રસ નથી !નક્કર નથી, એ વિસ્તરણમાં રસ નથીએકેય રીતનાં આવરણમાં, રસ નથી !ઊંડાં હશે તો તાગશું મન, પ્રેમથીપણ છીછરા એકેય જણમાં રસ નથી !મૃગજળ અને જળનો ફરક સમજે નહીંએવી તરસ, એવા હરણમાં રસ નથી !પાછળ વળીને એટલે જોયું નથીકે પાછલાં સંદર્ભ, ક્ષણમાં રસ નથી !!ડો.મહેશ રાવલ
નકામું છે હવે !
આ ભીડમાં ભળવું,નકામું છે હવે
મન ક્યાંય સાંકળવું,નકામું છે હવે !
દેખાય છે એવું ખરેખર કંઈ નથી
દ્રષ્યો તરફ વળવું,નકામું છે હવે !
લોકો ય વિસ્ફોટક બની સામા મળે
સરેઆમ નીકળવું,નકામું છે હવે !
છે ગુમશુદા અધિકાંશ ઘરથી,ઘરપણું
ઘરમાં ય ઓગળવું,નકામું છે હવે !
શંકા ભરી નજરે જુએ છે,હરનજર
અહીં કોઇને મળવું નકામું છે હવે !
ડો.મહેશ રાવલ
નકામી જીદ છોડી દે !પછી નહીં કોઇ સમજાવે,નકામી જીદ છોડી દે !ન ફાવ્યું,તો નહીં ફાવે,નકામી જીદ છોડી દે !બધું રળિયામણું દેખાય છે સહુને,કિનારેથીનજર ભરમાય-ભરમાવે,નકામી જીદ છોડી દે !અતળ છે આજપણ ગઈકાલ જેમજ મન,મનુષ્યોનાંનહીં કેમેય તળ આવે,નકામી જીદ છોડી દે !સમંદર ખુદ નભે છે આમ તો,સધ્ધર નદી માથેતરસ એને ય તરસાવે,નકામી જીદ છોડી દે !ડો.મહેશ રાવલ
દઈબેઠો !
નકામા છે ખબર છે તોય એને કામ દઈબેઠો
અધૂરા સ્વપ્નને હું સાવ અંગત નામ દઈબેઠો !
નથી રહેતી ખબર છે કોઇ મોસમ કાયમી,અહીંયાં
છતાં હું પાનખરને હરવખત,ઈલ્ઝામ દઈબેઠો !
અલગ છે કે નથી આરંભ થઈ ચર્ચા,કથાનકની
ખબર નહીં કેમ હું આગોતરા અંજામ દઈબેઠો !
બધા સંબંધ પાછળ કંઈક મતલબ હોય છે,નક્કી
બે-મતલબ સાવ,સહુનેં લાગણી બે-ફામ દઈબેઠો !
નજીવા કારણો ક્યારેક રસ્તો આંતરી બેસે
હતાં ભયસ્થાન તો પણ,આગવા આયામ દઈબેઠો !
પછી,મારી સમસ્યા હરતબક્કે બેવડાતી ગઈ
વિવાદાસ્પદ વિષય પર ટિપ્પણી સરેઆમ દઈબેઠો !
અકારણ,સાવ અમથી,કોણજાણે શું કમત સૂઝી
કુતૂહલવશ,લયાન્વિત શ્વાસને વિરામ દઈબેઠો !
ડો.મહેશ રાવલ
બને નહીં !હશે કોઇ કારણ,નહીંતર બને નહીંહ્રદય કોઇનું સાવ પથ્થર બને નહીં !દિવસ જેમ ઊગી હશે કોઇ બાબતકદી સામટા પ્રશ્ન,ઉત્તર બને નહીં !અજુગતું કશુંક જો બને ,તો અલગ છેમનુષ્યો,મિલનસાર અક્સર બને નહીં !સમાધાન કરવું પડે,જાત સાથેઅને જાત અમથી ઉજાગર બને નહીં !વિષય હોય નાજુક,તો ચર્ચાય ચોરેબધી વાતનું કઈં વતેસર બને નહીં !થયું હોય સાહસ,અસામાન્યરીતેઅમસ્તું જ,સામાન્ય સધ્ધર બને નહીં !વધી જાય નખ,તો ત્યજે ટેરવાંનેછતાં,મૂળ સંબંધથી પર બને નહીં !ડો.મહેશ રાવલ
તમારાવગર !ન ખુદની ખબર છે, ન ખુદની મમત છેતમારા વગરનું જગત, ક્યાં જગત છે !ઊગે-આથમે છે દિવસ, સાવ અમથાંઅને રાત, અમથો લખાયેલ ખત છે !નથી મનતું મન, તમારું ન હોવું હજુ એ સતત બસ, તમારામાં રત છે !હવે તો મને પણ નથી હું ય મળતોવિચારો ય જાણે અમસ્તી વિગત છે !દિવસ પાથરે છે કલાઓ, દિવસભરઅને રાત આવી-જવાની રમત છે !ડો.મહેશ રાવલ
મુસાફિર !ચરણ જેમ રસ્તા વળેનહીં, મુસાફિરબધું,વારસાગત મળેનહીં મુસાફિર !સ્મરણ હોય કિસ્સા ભલે, મૂળરૂપેછતાં અર્થ કંઈ નીકળેનહીં, મુસાફિર !દશા-અવદશા, કર્મને હોય આધિનદુઆ કંઈ બધાની ફળેનહીં, મુસાફિર !અલગ છે કે, તૂટી જતાં હોય છેલ્લેકદી પથ્થરો પીગળેનહીં, મુસાફિર !અજુગતું કશુંક જો બને તો, અલગ છેમનુષ્યો, અમસ્તાં ભળેનહીં મુસાફિર !ડો.મહેશ રાવલ
નીકળે !
મંથન પછી, સહુમાં હળાહળ નીકળેખુદથી વધારે, કોણ આગળ નીકળે !છે આપણી કરૂણાંતિકા બસ એટલીકે, સિંદરી બળવા છતાં વળ નીકળે !ઉંડેસુધી જો જઈ શકો તો શક્ય છેરેતાળથરનાં મૂળમાં, જળ નીકળે !એવું બને કે આમ કંઈ દેખાય નહીં 'ને આમ, આખીવાત ઝળહળ નીકળે !ખંખેરજો સંબંધનેં, પલળે પછી દોથો ભરી'લ્યો, એટલાં છળ નીકળે !ડો.મહેશ રાવલ
મનપડે ત્યારે ! જુદીરીતે મને હું ચીતરૂં છું,મનપડે ત્યારે !
મજામાં છું કહીને છેતરૂં છું,મનપડે ત્યારે !
હજારો સર્પ વચ્ચે હોય એવું કેમ લાગે છે?
હજુ તો રોજનાં સ્થાને ફરૂં છું,મનપડે ત્યારે !
સુગંધી,સાંભળેલાં ફૂલની તસ્વીર છે પાસે
મનોમન શ્વાસમાં સૌરભ ભરૂં છું મનપડે ત્યારે !
મળું છું રોજ માણસથઈ મને હું,આયના સામે
પછી મારા જ નખથી ખોતરૂં છું,મનપડે ત્યારે !
રહીગઈ હો અસર પાષાણયુગની ક્યાંક,સંભવ છે
નહીંતર કેમ હું એવું કરૂં છું,મનપડે ત્યારે !
ચમત્કારિક રીતે જ્યાં હતો હું ત્યાં જ છું આજે
મને તો એમ કે હું વિસ્તરૂં છું,મનપડે ત્યારે !
ડો.મહેશ રાવલ
જરૂરી છે....મહત્તાજાણવા જળની, મહત્તમ રણ જરૂરી છેવિષય વિસ્તારવા, આર્થોસભર પ્રકરણ જરૂરી છે !તપાવ્યે શું દિ'વળવાનો, સુઘડ આકાર માટે તોકૂશળહસ્તે હથોડી, ટાંકણું, એરણ જરૂરી છે !ગળા બહુ સાંકડા થઈજાય છે અક્સર, ખરેટાણેખુલાસા હરગળે ઉતારવા, વિવરણ જરૂરી છે !અમસ્તું કોણ શોધે છે વિકલ્પો, એકબીજાનાં?બધા સંબંધનાં અનુબંધમાં,સમજણ જરૂરી છે !અલગ છે કે દિવસ છે રાતથી સધ્ધર, બધીરીતેજરૂરી હોય જો આ, તો પછી એ પણ જરૂરી છે !રહસ્યો જિંદગીનાં એજ ખોલે છે અધિક્તર તોખરેખર જાણવા વૈશાખને, શ્રાવણ જરૂરી છે !પછી કંઈપણ નહીં સંભવ બને, ખુદને મઠારી લ્યો!નવી શરૂઆતને, અંતિમ ગણાતી ક્ષણ જરૂરી છે !ડો.મહેશ રાવલ